મહારાષ્ટ્ર ના એક નાના ગામડામાં પિતા પુત્ર રહેતા હતા માતા મૃત્યુ પામી હતી પિતાનું નામ કાનજી હતું પુત્રનું નામ મોહન હતું કાનજી ઢીંગલીઓ ઓ બનાવીને શણગારતો અને ખેલ બતાવતો મોહન તેને મદદ કરતો પણ ગામડામા પૈસા ખર્ચીને ખેલ જોવા કોણ આવે?પુત્ર ગરીબી થી કંટાળ્યો હતો તેનો મિત્ર ગામ છોડીને મુંબઈ જતો રહ્યો તેને પણ થયું કે આ ગામમાં હવે કઈ નથી
તેણે તેના પિતાને મુંબઇ જવા કહ્યું તેણે કહ્યું કે મુંબઈ જઈને ખેલ કરીશું ખૂબ પૈસા કમાઈ પાછા
આવીશું ભૂખમરા ના દિવસો જતા રહેશે પણ પિતાને પોતાનું ગામ નહોતું છોડવું તે ત્યાં જ મોટો થયો હતો ત્યાં જ પત્ની સાથે સંસાર માંડ્યો હતો તેની માયા તજી નહોતો શકતો પિતા પુત્ર વચ્ચે રોજ આ ઝગડો થતો મોહનને નિરાશા માં ઘેરાતો જોઇને કાનજીએ પોતાની જીદ છોડી દીધી
મોહન રાજી થઈ ગયો એક નવી આશા સાથે જે જે ખેલ માટે હતું તે બધું ભેગું કરી મુંબઈની બસમાં બેસી ગયાં મોહને તેના દોસ્તને ખબર આપી દીધી Continue Reading »