ખેલ -ચારુશીલા વ્યાસ

untitled

મહારાષ્ટ્ર ના એક નાના ગામડામાં પિતા પુત્ર રહેતા હતા માતા  મૃત્યુ પામી હતી  પિતાનું નામ કાનજી હતું  પુત્રનું નામ મોહન હતું  કાનજી ઢીંગલીઓ ઓ બનાવીને શણગારતો  અને ખેલ બતાવતો  મોહન તેને મદદ કરતો પણ ગામડામા પૈસા ખર્ચીને ખેલ જોવા કોણ આવે?પુત્ર ગરીબી થી  કંટાળ્યો હતો તેનો મિત્ર ગામ છોડીને મુંબઈ જતો રહ્યો તેને પણ થયું  કે  આ  ગામમાં હવે કઈ નથી

તેણે તેના પિતાને મુંબઇ જવા કહ્યું તેણે કહ્યું કે મુંબઈ જઈને ખેલ કરીશું ખૂબ પૈસા કમાઈ પાછા

આવીશું ભૂખમરા ના દિવસો જતા  રહેશે પણ પિતાને પોતાનું ગામ  નહોતું  છોડવું તે  ત્યાં જ  મોટો  થયો  હતો ત્યાં જ પત્ની  સાથે  સંસાર માંડ્યો હતો તેની  માયા તજી નહોતો શકતો પિતા પુત્ર  વચ્ચે રોજ આ ઝગડો થતો  મોહનને  નિરાશા માં  ઘેરાતો જોઇને  કાનજીએ  પોતાની જીદ  છોડી દીધી

મોહન રાજી થઈ ગયો એક  નવી આશા સાથે જે  જે  ખેલ  માટે હતું તે  બધું ભેગું કરી મુંબઈની બસમાં બેસી ગયાં મોહને  તેના  દોસ્તને ખબર આપી  દીધી

 બસસ્ટોપ  પર તેનો મિત્ર રમેશ આવ્યો તેના  મો  પર  વિષાદ હતો  રમેશ  તેને આવકારી  ન  શક્યો  કાનજી તે જાણી શક્યો પણ  મોહન  ઉત્સાહ માં જાણી  ન  શક્યો  રમેશ  તેઓને દૂર આવેલી ઝૂપરપટ્ટી માં  લઇ ગયો તેની  નાની ,ગંદી ઝુંપડી પાસે લઇ ગયો અને ભાત અને મીઠું ખવડાવ્યું મોહન તો  આભો બની ગયો આ મુંબઈ ? આનાથી  તો મારું ગામ સારું  હતું હવે તો  આવી ગયા પૈસા  કમાઈને તો પાછા જ  જવાનું  છેને /રમેશે  તેની  તંદ્રા  તોડતાં  કહ્યું ‘જો , મોહન  અહી  જગ્યા  શોધીને એક ઝૂપડું બનાવી  લે  આ જ  અહિની જિંદગી છે  મને  પણ અહી  આવીને  જ  ખબર પડી કે  મુંબઈ આવું  છે કાનજી દુઃખી  થઈ ગયો। ;’હું ના પાડતો હતો ને ?”ચાલ હવે તારો શું વિચાર છે ?

‘ચાલ પાછા જતા રહીએ ‘

‘ના બાપુ ના આવ્યા છીએ તો થોડા પૈસા કમાઈને  જઈશું મારે  તો  અહી જ રહેવું છે ‘

  કમને  કાનજી એ મોહનને  મદદ કરવા માંડી  ઝૂપડું  બની  ગયું। મોહન બધું ગોઠવી ને ઢીંગલીઓ કાઢીને  શણગારવા લાગ્યો તેના ઉત્સાહ નો પાર  નહોતો તે પોતાનો સમાન એક થેલામાં ભરી બહાર જવા  બદલ, લાગ્યો  કાનજીએ પૂછ્યું ‘ખેલ કરશું ક્યાં ?” તેણે કહ્યું સરસ  ‘બાપુ હું જગ્યા શોધી કાઢીશ ‘તમે ચાલો તો ખરા ‘બેઉ  ઉપડ્યા  એક જગ્યા એક  જગ્યાએ ખૂણામાં  તંબુ લગાડવા  ની  શરુવાત  કરી  કે એક પોલીસે  આવીને ત્યાંથી ખસેડ્યા  વળી  બીજી જગ્યાએ  જઈને બેઠા  ત્યાંથી દુકાનદારે  તેમને કાઢયા તે દિવસ  સાવ નક્કામો  ગયો આમ  ને  આમ  થોડા દિવસો નીકળી ગયા  લાવેલી ‘મૂડી  વપરાવા લાગી  જ્યાં તેઓ  રહેતાં હતાં તેની નજીક જ ખેલ બતાવવાનું નક્કી કર્યું નાની  અને  ગંદી  જગ્યા માં ઝૂપડાઓ નજીક કોણ જોવા આવે? થોડો વખત જેમતેમ ચલાવ્યું પૈસા બેપૈસા મળતાં

જીવનમાં  નિરાશા વ્યાપવા લાગી  કાનજી ને પસ્તાવો થવા લાગ્યો મોહન ના સાથ આપવા બદલ। તેનું મન તેના ગામમાં પહોચી ગયું  ગામડાની ખુલી હવામાં રહેવા ટેવાયેલો  હોવાથી તેને અહી ગુંગળામણ  થતી હતી અપૂરતો ખોરાક અને ગંદકીને લીધે તે માંદો રહેવા લાગ્યો અને ધીમે ધીમે  તે ઘસાવા લાગ્યો એક દિવસ તે મોહનને એકલો મૂકી   આ દુનિયા છોડીને  છોડીને  ચાલી નીકળ્યો મોહન  બેબાકળો  બની ગયો  રમેશે  તેને હિમ્મત  આપી મોહને વિચાર્યું કે હવે રહીને શું કરું?ગામમાં જઈને પણ શું કરું?મારી ભૂલ થઇ ગઈ ને બાપુ ને પરાણે અહી લાવ્યો એ તો જતા રહ્યાં હું આ દુનિયામાં એકલો થઇ ગયો તે નિરાશા માં ડૂબી ગયો તેને કઈ ગમતું નહોતું હવે હું જીવીને શું કરીશ?

      એક દિવસ  વહેલી સવારે તેના ઝૂપડા નજીક એક નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો  મોહન આખી રાત  શું કરવું ના વિચાર માં જાગતો જ પડ્યો  હતો  તે સફાળો ઊઠયો અને દોડીને  બહાર ગયો જોયું તો એક કપડામાં એક બાળક હાથ હલાવતું રડતું હતું તેણે ઝડપથી  તેને ઉઠાવી  લીધું અને તે શાંત થઇ ગયું મોહન સામે હસ્યું જાણે તે  મોહનની  જ  રાહ જોતું  હતું મોહને તેને ગળે લગાડી દીધું આંખમાં થી હર્ષ ના આસું વહેવા લાગ્યા જાણે તેના બાપુ  પાછા આવ્યા તે  તેને વ્હાલ ભરી બ્ચ્ચીઓ ભરતો પોતાની ઝુપડી માં ગયો થોડું દૂધ હતું તેમાં પાણી નાખી તેને પાયું કેવી રીતે પાવું ? તે મૂંઝવણ માં હતો  પણ તેને એક પવાલું દેખાયું તેણે તેનાથી તેને દૂધ પાયું નિરાતે સુઈ ગયું મોહન પણ તેની બાજુમાં સુઈ ગયો કેટલાય દિવસ પછી તેને  સરસ ઊંઘ આવી  સરસ ઉઘ આવી ગઈ થોડા  સમય પછી બાળકના રડવાના અવાજથી તે જાગી ગયો તેના કપડા ભીના થઇ  ગયા હતા મોહન સમજી ગયો કે તેણે સુસુ  કર્યું હશે પણ કપડા તો નથી તેણે તેના પિતાનો એક ખેસ પહેરાવવા નો વિચાર કર્યો મોહને તેના શરીર પરથી કપડા દૂર કરી કોરા કપડામાં સુવાડવા ગયો ત્યારે તેને ખબર પડી કે આ તો છોકરી છે તેને ખુબ ખુશી થઈ તે ગાવા લાગ્યો ‘માઝા ઘરી લક્ષ્મી આલી ‘ હવે મારી બધી મુશ્કેલી દૂર થઈ જશે તેની જિંદગી માં ખુશી છવાઈ ગઈ

 બે ત્રણ દિવસ પછી તેની ઝૂપડી બહાર એક કપડાની ભરેલ એક થેલી મળી મોહને આજુબાજુ જોયું કોઈ દેખાયું નહિ તેને ખુબ નવાઈ લાગી  તેમાં નાના બાળક ના કપડા હતા આને પણ ઈશ્વર ની ભેટ સમજી ને બાળકીને પહેવરાવા લાગ્યો નાના બાળકનો અવાજ સાભળીને આજુબાજુ ના લોકો જોવા આવ્યા બધાને પોતાની દીકરીની ઓળખાણ કરાવી તેણે  તેને ઢીગલી નામ આપ્યું એક દિવસ મોહન  ઢીગલી ને લઈને બહાર ઉભો હતો તેને કંઈક દેખાડવાનો પ્રયત્ન કરતો હતો પણ તે કઈ જોતી નહોતી તેટલામાં બાજુવાળી શકુતાઈ ત્યાંથી નીકળ્યા  પણ તેને રમાડવા ઉભી રહી તે કોઈ બાજુ જોતી નહોતી શકુબાઈ એ કહ્યું ;મોહન ,આને દેખાતું નથી અને સભળાતુંય  નથી ‘

તે તો આભો બની ગયો બે  મિનીટ તો તે કઈ ન બોલ્યો શકુતાઈ મોટી ઉમરની હતી તેને તે  અંદર લઇ ગઈ બધી બાજુથી અવાજ કર્યા , રંગીન વસ્તુઓ બતાવી પણ ઢીગલી એ ન તો આંખ ફેરવી ,ન તો મો ફેરવ્યું બંનેને ખાત્રી થઇ ગઈ તે જોઈ નથી શકતી કે સાંભળી નથી શકતી। મોહન ચોધાર આંસુએ  રડવા લાગ્યો ઘણા લોકો ભેગા થઇ ગયા તેને આશ્વાસન આપીને ગયા

ધીરે ધીરે તે સ્વસ્થ થવા લાગ્યો ઢીગલી મોટી થવા લાગી  તે તેને નવડાવતો ખવડાવતો ,માથું ઓળતો પછી ખેલ કરવાજતો  પોતાની સાથે લઇ જતો બાજુમાં સુવાડતો તે ચાલવા લાગી ત્યારે તેને એક વિચાર આવ્યો કે તેના હાથે પણ બીજી પૂતળીઓ ની જેમ હાથે દોરી બાંધી દઉં અને પૂતળીઓની વચ્ચે ઉભીરાખું તો એ મારી સામેજ રહે એનો ખેલ જોઇને કદાચ વધારે પૈસા મળે એક દિવસ એણે જોયું કે એક સારા ઘરની સ્ત્રી ખેલ જો વા ઉભી હતી તે ખુબ પ્રેમ થી વચ્ચે ઉભેલી ઢીંગલી ને જોતી હતી મોહનને નવાઈ લાગી પછી તો એ રોજ આવવા લાગી મોહનને મદદ કરવા લાગી મોહન  એનું કામ પતાવે ત્યાં સુધી ઢીંગલી ને તેડે ,રમાડે તેને તેના ઘર સુધી  મૂકવા આવે ઘણી વાર તેના માટે કપડાં  કે રમકડા લાવે મોહન ખુશ થતો

 આવી એક સાચી ઢીંગલી પૂતળીઓ સાથે નાચે છે એ વાત ફેલાતાં એક પત્રકાર છોકરી તે જોવા આવી તેને મોહન સાથે દોસ્તી થઇ ગઈ તેણે પેલી  આવી અને સ્ત્રીને પણ જોઈ તેની સાથે ઓ ળખાણ કરી પત્રકાર છોકરીનું નામ સ્વરા હતું

 એક દિવસ સ્વરાએ મોહનને કહ્યું કે ‘મારા એક મિત્ર છે એ બહુ સારા ડોક્ટર છે ,ચલ આપણે ઢીંગલી ને બતાવીએ તે હવે ચાર વર્ષની છે એટલે તેનો ઉપચાર કરવો સહેલો પડશે  મોહન તો રાજી થઇ ગયો ત્ર સ્વરા સાથે ડોક્ટર પાસે ગયો ઢીંગલી ને તપાસીને કહ્યું કે ‘તેનો ઈલાજ થઇ શકે જો તેને કોઈની આંખ મળે તો ‘એક વાર તે જોઈ શકે તો સહેજ મોટી થાય પછી કાનની સારવાર થઇ શકે ”મારી આંખ લઇ લો મારી ઢીંગલી ને દેખતી કરી દો ”ડોકટરે કહ્યું ‘ભાઈ તેને માટે ઘણા પૈસા જોઇશે એટલું સહેલું નથી ”સ્વરા બોલી ‘મોહન તારી આંખ આપીશ તો તેનું ધ્યાન કોણ રાખશે? આપણે બીજું કઈ કરવું પડશે ‘

મોહન નિરાશ  થઇ ગયો  ખુબ દુખી થઇ ગયો પણ તેણે આશા ન  છોડી તેણે વિચાર્યું,’ કઈ નહિ હું ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ  ને મારી ઢીંગલીને સા જી કરીશ ‘મોહન તેના હાથે દોરી બાંધી રાખતો તેને જે બાજુ લઇ જવી હોય તે બાજુ દોરતો ઢીંગલી તે બાજુ ચાલવાલાગતી। રોજ ની જેમ આજે પણ  એ ખેલ કરવા નીકળ્યો  મન ખાટું થઇ ગયું હતું  પેલી સ્ત્રી ફરી ત્યાં આવી અને સ્વરા પણ ત્યાં આવી તેણે મોહનને કહ્યું ‘મોહન મેં ડોનેશન માટે ઘણાને વાત કરી છે ,કંઈક સગવડ થઇ રહેશે ,તું ચિંતા ન કરીશ ‘ આ વાત સાંભળી ને પેલી સ્ત્રી સ્વરા પાસે ગઈ અને તેને પૂછ્યું ‘શું થયું ? હું કંઈ મદદ કરું?’સ્વરા એ તેની સામે જોયું તેને યાદ  આવ્યું કે આ તો ઘણી વાર અહી આવીને ઢીંગલી સાથે રમતી હતી તેણે બધી વાત તેને કરી તેણે કહ્યું ‘હું મદદ કરું?મારા પતિ ને વાત કરીશ ‘ સ્વારાને આશ્ચર્ય થયું તે શા માટે મદદ કરવા તૈયાર થઈ છે તે જાણવું પડશે શા માટે તે રોજ અહી આવે છે?

  ધીરે ધીરે તેની સાથે મિત્રતા વધારી અને એક દિવસ પેલી સ્ત્રી એટલે મીના એ કબુલ કર્યું કે જન્મથી આંધળી છોકરીને તેનો પતિ રાખવા તૈયાર નહોતો તેથી તેણે તેનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પતિ ની  વિરુધ્ધ જવાની તેની હિમ્મત નહોતી ખુબ કડક હતો પૈસાદાર પતિ ને પોતાની આ બરૂ વહાલી હતી મીના તો એની માં હતી તેને ખબર હતી કે તેની દીકરી ને મોહને અપનાવી હતી તેથી ત્યાં આવતી તેણે

ઘરે જઈને પોતાના પતિ ને કહેવા નું નક્કી કર્યું આમ પણ આ પાંચ વર્ષમાં તેને બીજું બાળક નહોતું થયું તેને પોતાની ઢીંગલી પાછી જોઈતી હતી તે પોતાની જીદ પકડી અને ડોક્ટર વળી વાત કહી ‘જુઓ આપણી દીકરી સજી  થઇ શકે એમ છે ” તે માંડી ને વાત કરવા માંડી તેના પતિ એ પોલીસ ની મદદ માગી પોલીસ તેની પાછળ પડી સ્વરાએ મોહનને ઢીંગલી ને  તેમને આપી દેવા સમજાવ્યો  પણ તેના પ્રેમે ના પાડી તે ઢીંગલી ને લઇ ને ભાગ્યો ભાગતા તે થાકી ગયો વરસાદ પણ પડવા લાગ્યો હતો એ એટલો થાકી ગયો હતો એક જગ્યાએ તે  બેઠો અને તેની આંખ મીચાઈ ગઈ ઢીંગલી તેને ભેટીને ,વળગી ને તેના ખોળામાં પડી હતી ખુબ વરસાદ પડતો હતો તેને બીક લાગતી હતી

  એટલામાં ત્યાં એક  માણસ પણ વરસાદથી બચવા ઉભો રહ્યો તેણે દારૂ પીધો હતો તે મોહનને ઓળખતો હતો તે પણ ત્યાજ રહેતો હતો તેના મગજ માં કુવિચાર આવ્યો તેને ખબર હતી કે ઢીંગલીને કેવી રીતે દોરવી તેણે તેના હાથે બાંધેલી દોરી ખેચી ઢીંગલી ને થયું હવે જવાનું છે તેને મોહન લઇ જાય છે તે ચાલવા લાગી પેલો થોડે દૂર લઇ ગયો તે ઢીંગલી ના શરીર પર હાથ ફેરવવા લાગ્યો ઢીંગલી અકળાઈ તે  જાણી ગઈ  કે આ મોહન નથી ત્યાતો મોહન જાગી ગયો ઢીંગલી ને શોધવા લાગ્યો ત્યાં તેને દૂર પેલો અને ઢીગલી દેખાયા દોડી ને ત્યાં ગયો પેલાને પકડીને ખૂબ માર્યો ”મારી ઢીંગલી ને હાથ લગાડયો ?તારી હિમ્મત કેવી રીતે થઇ?”મોહને તેને મારી મારીને બેભાન કરી નાખ્યો તે ઢીંગલીને લઈને ચાલવા લાગ્યો પોતાની ઝુપડીમાં જઈ ને રડવા લાગ્યો બીજે દિવસે તેણે સ્વરા ને બોલાવી ને કહ્યું કે તે ઢીગલી ને પાછી આપવા તૈયાર છે સ્વરા ને નવાઈ લાગી મોહને કહ્યું ”મારી  પાસે પૈસા નથી ,તેની સંભાળ મારા કરતાં વધારે સારી રીતે રાખી શકશે ”

  બીજે દિવસે સ્વરા તેના માબાપ ને લઈને ત્યાં પહોચી મોહન તેને તૈયાર કરતો હતો આંખમાંથી આસુનો ધોધ વહેતો હતો ઢીંગલી ને સમજાઈ ગયું કે આજે કઈ જુદું થવાનું છે તે મોહનના મો પર હાથ ફેરવવા માંડી તેણે તેના હાથની દોરી છોડી નાખી નવું ફ્રોક પહેરાવ્યું ,ચોટલા વાળ્યા એટલામાં તેઓ આવી પહોંચ્યા મોહને તેમને ઢીંગલી સોંપી દીધી તેની મા એ તેડી લીધી અને જલ્દી જલ્દી ચાલવા લાગી જાણે કોઈ તેને  મોહન તેની પાસેથી ઝૂટવી લેશે થોડું ગયા ત્યાં ઢીગલી રડવા લાગી ,તેના પિતાએ તેડી લીધી તે તેને મારવા લાગી ,નીચે ઉતરવા નો પ્રયત્ન કરવા લાગી સ્વરાએ સૂચવ્યું કે ”આપણે પાછા મોહનની પાસે લઇ જઈએ તે તેને શાંત કરી દે પછી લઇ જઈશું ”ઝૂપડી માં પહોચતાં તે નીચે ઉતરી ગઈ દીવાલને ટેકે ટેકે મોહનને શોધવા લાગી સ્વરાએ મોહનને બૂમ પાડી પણ કઈ જવાબ ન આવ્યો તે દરવાજા તરફ પીઠ કરીને દીવાલ ને ટેકો દઈને   બેઠો હતો ઢીંગલી તેના મો પર હાથ ફેરવી ને તેને બોલાવતી હતી સ્વરે જઈને જોયું તો તેના હાથમાંથી લોહીની ધારા વહેતી હતી પાસે એક ચિટ્ઠી પડી હતી તેમાં લખ્યું હતું” મારી આંખ મારી ઢીંગલી ને આપશો ,આમ પણ ઢીંગલી વગર હું જીવીને શું કરું?મારી ઢીંગલી નું ધ્યાન રાખજો ”

    ત્રણે ય જાણ સ્તબ્ધ થઇ ગયા આ તે કેવો પ્રેમ ,આ તો કેવો કુદરત નો ખેલ —–

(પ્રેરિત )

1 Comment »

One Response to “ખેલ -ચારુશીલા વ્યાસ”

  1. vijayshah on 17 Feb 2015 at 3:54 am #

    સરસ કથા છે

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.