‘બંદિશ એક, રૂપ અનેક’ –
Feb 16th 2015
અમીર ખુસરોને ભારતીય ઉપખંડના સાંસ્કૃતિક ઇતિહાસમાં આધારભૂત સીમાચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીના એક સૂફી રહસ્યવાદી અને નિઝામુદ્દીન ઓલિયાના આધ્યાત્મિક શિષ્ય અમીર ખુસરો 13 મી સદીના એક નોંધપાત્ર કવિ અને સંગીતકાર હતા.
તેમને કવ્વાલી – સૂફી ભક્તિ સંગીત -ના જન્મદાતા તરીકે નવાજવામાં આવ્યા છે.
આ સૂફી સંગીતમાં ફારસી અને અરબી તત્વો રજૂઆત કરીને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માધ્યમ સાથે વણી લેવાનો યશ તેમને આપવામાં આવે છે, ખુસરો શાસ્ત્રીય સંગીતમાં તરાના શૈલીના રચયિતા છે. તાલ માટેનાં તબલાંની શોધ પણ અમીર ખુસરોને આભારી છે. આ ઉપરાંત રાગ યમન અને બીજા કેટલાક રાગો વિકસાવવાનો યશ પણ એમને ફાળે જાય છે. વિદ્વાનો દેખાડે છે કે એમણે હિન્દુસ્તાની અને ઇરાની રાગોનું મિશ્રણ કર્યું અને ભારતને નવા રાગો આપ્યા..
અમીર ખુસરોનાં પિતા તુર્કસ્તાનના હતા અને માતા રાજસ્થાનનાં રાજપૂત હતાં. નાની ઉમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ખુસરોનો મોસાળમાં ઉછેર થયો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથેનો નાતો અને તાલીમ અહીંથી શરૂ થયાં.
તેમની મોટા ભાગની રચનાઓ ઇશ્વર – અલ્લાહ – ને ઉદ્દેશીને લખાઈ છે. સાથે, જીવન ફિલસુફી વણતી કવિતાઓ દરેક સૂફી સંગીતકારની મનપસંદ રહી છે. અરે, ઘણા ગાયકો ખુસરોની રચના ગાવાને શુકન માને છે. અહી જે રચના રજુ કરીએ છીએ તે એક સરળ સૂફી રચના છે અને ખૂબ પ્રચલિત છે. લગભગ દરેક કવ્વાલી અને સૂફી સંગીતનાં ઉપાસકોએ બહેલાવી બહેલાવીને પોતાની આગવી શૈલીમાં આ રચના રજુ કરી છે, તેના સાદા સરળ શબ્દો:
છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે
પ્રેમ ભક્તિકા મહુવા પિલાયા
મતવાલી કર લીની રે મોસે નૈના મિલાઇકે
छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाइके बात अगम कह दीनी रे मोसे नैना मिलाइके प्रेम भटी का मदवा पिलाइके मतवारी कर लीन्ही रे मोसे नैना मिलाइके गोरी गोरी बईयाँ, हरी हरी चूड़ियाँ बईयाँ पकड़ हर लीन्ही रे मोसे नैना मिलाइके बल बल जाऊं मैं तोरे रंग रजवा अपनी सी रंग दीन्ही रे मोसे नैना मिलाइके ख़ुसरो निजाम के बल बल जाए मोहे सुहागन कीन्ही रे मोसे नैना मिलाइके छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाइके बात अजब कह दीनी रे मोसे नैना मिलाइके
આમ તો આ કવ્વાલી ઘણા ગાયકોએ ગાયી છે,પણ બધાને સમાવવા અસંભવ છે મોટે ભાગે એ રાગ બિલાવલ અને યમન કલ્યાણમાં ગવાય છે.
આપણે સાંભળીએ આબિદા પરવીન અને રાહત ફતેહ અલી ખાંની જુગલબંધીમાં આ ખૂબસૂરત પેશકશ
આબીદા પરવીન લાઇવ
સાબરી ભાઈઓ
રાગ યમન કલ્યાણમાં ઉસ્તાદ સુજાત હુસૈન ખાનની પેશકશ
લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મી”મૈ તુલસી તેરેઆંગન કી”માં આ જ કવ્વાલી
હવે સાંભળો ઝફર હુસેન કવ્વાલને
સ્મિતા બેલુર ની સરસ રજૂઆત
નુસરત ફતેહ અલી ખાન
હબીબ વલી મહમદે પણ આ કવ્વાલી ગાઈ છે.
અને આ છે રિયાઝ ભાઈઓ
અમજદ અને અસદ વારસી ભાઈઓ, સૂફી કવ્વાલીનાં સ્વરૂપે
કૈલાશ ખેરે પાશ્ચાત્ય શૈલીમાં ગાયેલું
ઝીલા ખાન – ગિટારની ખાસ સંગતમાં
બનારસીલાલ જૌહરી
સુફી ભાવને પ્રાધાન્ય આપતા કથક નૃત્યનાં જાણીતા વી. અનુરાધા સિંગની અનોખી પ્રસ્તુતિ
રિચા શર્મા
વઝીર અફ્ઝલનાં સ્વરગુંથનમાં પાકિસ્તાન ટીવી પર નહીદ અખ્તર
ઇલમ દિન લંગા અને ઓશો ઉપવન ફાલોડી ગ્રુપની રાજસ્થાની લોકસંગીતની શૈલીની રજૂઆત
આ અંદાજ કંઈક જુદો છે –
ભજનિક શ્રી વિનોદ અગરવાલ આ કવ્વાલી કૃષ્ણને અર્પણ કરેછે, એ કાન ગોપીની વાત રૂપે રજૂઆત કરે છે.
મોરારી બાપુ
સ્વામી નલિનાનન્દ ગીરી
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas@hotmail.comસરનામે કરી શકાશે.
No Comments »